ગુજરાત

gujarat

ETV Bharat / state

તળાજામાં તાંત્રિક વિધિના બહાને મહિલાને નિર્વસ્ત્ર કરી બાંધ્યો શારિરિક સંબંધ, મહિલાના પતિએ નોંધાવી ફરિયાદ - Talaj Supertitions Incident

મધ્યપ્રદેશથી કામ કરવા ગુજરાત આવેલા અને તળાજાના ઇસોરા ગામે પાલીવાલ બ્રાહ્મણ ભરતભાઈ જાલેલાની વાડીમાં મજૂરીના ભાગથી વાડીમાં કામ કરતા મજૂરની પત્ની સાથે ભુવાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવી છે

xz
xz

By

Published : Jan 2, 2021, 9:32 AM IST

  • તળાજાના ઇસોરા ગામે મધ્ય પ્રદેશના મજૂરની પત્ની ઉપર ભુવો બની આચર્યું દુષ્કર્મ
  • મધ્યપ્રદેશનો ગરીબ પરિવાર તળાજામાં મજૂરી કામે આવેલો
  • તળાજાના ઇસોરા ગામે તાંત્રિક વિધિના બહાને ભુવાએ શારીરિક સંબંધ બાંધ્યો
  • વિધિના બહાને ઘરના સભ્યોને બહાર ધકેલી દુષ્કર્મ આચર્યું
  • મહિલાને વળગાડ છે તેવા બહાને મહિલને કરી નિર્વસ્ત્ર

    તળાજાઃ મધ્યપ્રદેશથી કામ કરવા ગુજરાત આવેલા અને તળાજાના ઇસોરા ગામે પાલીવાલ બ્રાહ્મણ ભરતભાઈ જાલેલાની વાડીમાં મજૂરીના ભાગથી વાડીમાં કામ કરતા મજૂરની પત્ની સાથે ભુવાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવી છે.

    તળાજાના ઇસોરાની વાડીમાં ભાગ્યું રાખી 3 વર્ષથી ખેત મજૂરી કરતો મધ્ય પ્રદેશના ગરીબ પરિવારનું નાનુ બાળક રાત્રીના સમયે રડીને ઝબકી જતો હોય તેની બાજુની વાડીમાં ભાગ્યું રાખીને કામ કરતા કોળી કાંતિ વિઠ્ઠલ શિયાળ નામના વ્યક્તિએ કહેલ કે હું માતાજીનો ભુવો છું અને બાળકને સારૂ કરી આપીશ. આમ કહી બાળકને એક દોરો કરી આપેલો અને જણાવેલુ કે બાળકને ભાવતી વસ્તુ તેને માથા પરથી ઉતારીને ચોકમાં મૂકી આવજો. જે મુજબ આ પરિવારે કર્યુ પણ હતું. આ વિધિ બાદ બાળકની તબિયત બગડી હતી.

    તાંત્રિક વિધિના બહાને મહિલાને કરી નિર્વસ્ત્ર

તાંત્રિક વિધિ કર્યા બાદ બાળકને મુજરો થવા લાગેલ અને તેની માતાને ડાકણ સપનામાં આવવાની ફરિયાદ થવા લાગતા તે બની બેથેલ ભુવા પાસે ગયા અને આ અંગે વાત કરી હતી. ભુવાએ માતાજીની મંજૂરી લઇને વિધિ કરી દઈશ હોવાનું જણાવ્યું હતું. બાદમાં 29 ડિસેમ્બરના રોજ ભુવો કાંર્તી શિયાળ રાત્રીના 9.30 કલાકે તેનાં ઝુંપડામાં ભુવા ગયા અને કહ્યું કે માતાજીની મંજૂરી મને મળી ગઈ છે. આ સાથે જ ભુવાએ વળગાડ દૂર કરવા તેના પતિ, દિયર અને બાળકોને બહાર જવા કહ્યું હતું. તેમણે કહ્યું કે તમારી પત્નીના કપડાં ઉતારીને તેના માપનો દોરો કરવાનો છે તો તમે લોકો બહાર દૂર જતા રહો. જે વાત કરતા તે બધા જ લોકો બહાર બાજરા ના વાવેતરમાં જતાં રહ્યા હતાં.

એકલતાનો લાભ લઇ આચર્યું દુષ્કર્મ

પીડિતાનો પતિ, બાળકો અને તેનો દિયર બહાર જતા ભુવાએ દોરાનું માપ લેવાના બહાને મહિલાને તેના કપડા ઉતારવવા કહ્યું હતું. બાદમાં ભુવા પણ નિવસ્ત્ર થયા અને મહિલા સાથે શારિરિક સંબંધ બાંધ્યો હતો. ભુવાએ મહિલાને આ બધું વિધિનો ભાગ હોવાનું કહ્યું હતું. તેમજ તેણે મહિલાને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને વાત કરશે તો તેને જાનથી મારી નાખશે. બાદમાં ભુવાએ મહિલાના પતિ, દિયર અને બાળકો ઝુંપડામાં અંદર બોલાવી વિધિ પુરી થઈ હોવાનું જણાવી તે ત્યાંથી જતો રહ્યો હતો. મહિલાએ આ સમગ્ર ઘટના અંગે તેના પતિને વાત કરી અને ત્યાર બાદ તરત જ આ અંગે તળાજા પોલીસ મથકમાં ભુવા કોળી કાંતિ શિયાળ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details