ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 755 ઉમેદવારોએ મેળવ્યા ફોર્મ - bhavnagar municipal corporation

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાંથી ગુરૂવારના રોજ 755 ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ મેળવ્યા હતાં.

ભાવનગર
ભાવનગર

By

Published : Feb 11, 2021, 9:17 PM IST

  • ગુરુવારના રોજ 755 ફોર્મનો ઉપાડ થયો
  • જિલ્લા પંચાયતમાંથી 85 ઉમેદવારોએ લીધા ફોર્મ
  • નગરપાલિકામાંથી 219 ઉમેદવારોએ મેળવ્યા ફોર્મ

ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી માટે ફોર્મ ઉપાડવામાં આવી રહ્યા છે, ત્યારે તારીખ 10ના રોજ જિલ્લા પંચાયત 85, નગરપાલિકા 219 અને તાલુકામાં 451 ઉમેદવારોએ ફોર્મ લીધા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મળી કુલ 755 ફોર્મ લેવામાં આવ્યા હતાં.

નગરપાલિકાનાં વલ્લભીપુરમાંથી 6 ફોર્મ ભરાયા

ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડ્યું હતુ અને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે તારીખ 10ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતમાં 12 ફોર્મ ભરાયાં છે, જયારે નગરપાલિકાનાં વલ્લભીપુરમાંથી 6 ફોર્મ ભરાયાં છે, અને જિલ્લા પંચાયતમાંથી 3 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી નોંધાવી છે. જ્યારે જિલ્લા પંચાયતમાંથી 85, નગરપાલિકામાંથી 219 તથા તાલુકા પંચાયતમાંથી 451 ફોર્મનો ઉપાડ થયો હતો. આમ, સમગ્ર ભાવનગરમાં કુલ 755 ફોર્મનો ઉપાડ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details