ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં છ દિવસમાં 5મી હત્યા, ભાણાએ કરી મામાની હત્યા - crime

ભાવનગર: સત્તત છઠ્ઠા દિવસે હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી ગયો છે. પાગલ પાગલ કહી ભાણેજને ચીડાવવું મામાને ભારે પડયું છે ભાણેજે મામાના માથા પર લાકડાના ધોકા વડે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 30, 2019, 6:51 AM IST

ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ મચ્છીવાડામાં રહેતાં જેન્તી સોમા કરખડીયા ૫૫ વર્ષીયે સોમવારે તેમની બાજુમાં જ રહેતાં તેના ભાણેજ અરવિંદ મંગા ઇસનપોરિયા 40 વર્ષીયને પાગલ પાગલ કહી ખીજવતાં હતા તેણે ઉશ્કેરાઇને મામાને માથાના ભાગે લાકડાના ધોકાના ફટકા મારતા તેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાવનગરમાં છ દિવસમાં 5મી હત્યા, ભાણાએ કરી મામાની હત્યા

બીજી તરફ આ બનાવની જાણ થતાં સિટી DYSP મિષ ઠાકર સહિતનો કાફલો ઘટના સ્થલે દોડી આવ્યો હતો. ગંગાજલીયા તલાવ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઇ આરોપી ભાણેજની મોડીરાત્રે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સતત છ દિવસમાં પાંચમી હત્યાનો બનાવ બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details