ગુજરાત

gujarat

ETV Bharat / state

Children drowned: તળાવમાં ન્હાવા પડેલાં 4 બાળકો ડૂબી જતાં મોત, મોટી વાવડી ગામના હતાં બાળકો - મોત

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામના તળાવમાં ન્હાવા પડતાં 4 બાળકો ડૂબી જતાં મોત ( Children drowned) થયાં છે. ચારે બાળકો 12 વર્ષની ઉમરની આસપાસના હતાં. પોલીસે ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ( Postmortem ) ખસેડવાની તજવીજ કરી હતી.

Children drowned: તળાવમાં ન્હાવા પડેલાં 4 બાળકો ડૂબી જતાં મોત, મોટી વાવડી ગામના હતાં બાળકો
Children drowned: તળાવમાં ન્હાવા પડેલાં 4 બાળકો ડૂબી જતાં મોત, મોટી વાવડી ગામના હતાં બાળકો

By

Published : Jun 15, 2021, 1:31 PM IST

  • ગારિયાધારના મોટી વાવડી ગામના તળાવમાં ન્હાવા પડેલાં 4 બાળકો ડૂબી ગયાં
  • 4 બાળકો 10થી 12 વર્ષની ઉંમરનાં હતાં
  • મોટી વાવડી ગામને રહેવાસી સમગ્ર પંથકમાં અરેરાટી

    ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે ચાર બાળકો ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા જતાં ડૂબી જઈને ( Children drowned) ચારેયનાં મોત નીપજ્યાં હતાં. મોટી વાવડી ગામે રહેતા 10થી 12 વર્ષની ઉમરના 4 બાળકોના મોતના ( Death ) સમાચાર વાયુવેગે ગારિયાધાર પંથકમાં ફેલાઈ જતાં અરેરાટી વ્યાપી હતી.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

મોટી વાવડી ગામે તળાવમાં બાળકો ડૂબી ગયાંંના ( Children drowned) સમાચાર મળતા ટોળાં એકઠા થયાં

ચારે બાળકો 12 વર્ષની ઉમરની આસપાસના હતાં

જે બાળકોના ડૂબી જવાથી મોત ( Death ) થયાં તેમાં જયેશ ભૂપતભાઈ કાકડીયા ઉ.વ (10) મોન્ટુ હિંમતભાઈ ભેંડા ઉ.વ (11) તરુણ શંભુભાઈ ખોખર ઉ.વ (11) અને મિત શંભુભાઈ ખોખર ઉ.વ (12) છે. બાળકો સાંજ પડતાં ઘરે ન આવતા તેમના ઘરના સભ્યો બાળકોને શોધતાં હતાં. જેમાં તળાવના કાંઠે સાયકલ તેમજ ચપ્પલ મળી આવતાં બાળકો ડૂબી ( Children drowned) જવાની શંકા થઈ હતી.જાણ થતાં ગારિયાધાર ફાયરફાઇટર અને મામલતદાર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તળાવમાંથી ગ્રામજનો દ્વારા તરુણોના મૃતદેહને બહાર કાઢાવામાં આવ્યાં હતાં. આ ચારેય બાળકોના પોસ્ટમોર્ટમ માટે ( Postmortem ) ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટના જેતપુરમાં ચેકડેમમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત

ABOUT THE AUTHOR

...view details