શહેરની વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની સાથોસાથ ગુનાખોરી, અકસ્માત તથા ટ્રાફિક વ્યવસ્થાપન જેવા જટિલ પ્રશ્નોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ સમસ્યાના સમાધાન માટે અંદાજે ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લા પોલીસ વિભાગે નેત્ર શીર્ષક હેઠળ સમગ્ર શહેરને સાંકળતા માર્ગો પર અંદાજે અત્યાધુનિક ટેક્નોલોજી કેમેરા લગાવ્યા હતા. આ પ્રોજેક્ટની સફળતા એ રહી કે, ત્રણ વર્ષ દરમિયાન ભાવનગર પોલીસે નેત્ર દ્વારા કેમેરામાં કેદ થયેલી વિવિધ ચોરી, લૂંટફાટ, અપહરણ, ફાયરિંગ તથા અકસ્માતો સહિતના બનાવોમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યોછે.
ભાવનગરમાં 333 કેમેરા રાખશે બાજનજર, ટ્રાફિકભંગ કરનારા સામે લેવાશે પગલા - palitana
ભાવનગર: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન અને ગુનાખોરી અટકાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ થયું છે. જેમાં નેત્ર પ્રોજેક્ટ અન્વયે શહેરના મુખ્ય માર્ગોથી લઇને હાઇ-વેને જોડતા માર્ગો પર આધુનિક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં વધુ 333 આધુનિક કેમેરા લગાવાશે. આ નવી સુવિધાના કારણે શહેરની ટ્રાફિક સિસ્ટમ વધુ સુદ્રઢ બનવવાની સાથે ગુનાઓના ડિટેક્શનમાં વધુ ઝડપ આવશે.
શહેરમાં અલગ અલગ 66 પોઇન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યાછે. 157 જેટલા કેમેરાઓમાં રસ્તા પરથી અવરજવર થતી તમામ ઝીણવટભરી હલચલનું પણ રેકોર્ડિંગ થતું હોવાના કારણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પગલા લેવામાં આવશે. ભાવનગરમાં 333 અને પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ પાલીતાણામાં 102આધુનિક કેમેરા લાગશે.
આ પ્રોજેકટમાં ખાસ કરીને એવા કેમેરાઓ લગાવવામાં આવ્યા છે કે, જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની નંબર પ્લેટ કેમેરા ઓટોમેટિક પોતાની રીતે સેવ કરી લેશે. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપનથી લઈને ગુના ડિટેક્શનમાં પણ વધુ સરળતા રહેશે.