ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં વિદેશી દારૂની પેટી સાથે ૩ આરોપીની ધરપકડ, 1 ઓરોપી કોરોના પોઝિટિવ - 1 ઓરોપીને કોરોના પોઝિટિવ

ભાવનગર શહેર નજીકનાં વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભડભીડના પાટીયા પાસેથી વિદેશી દારૂની 90 પેટી સાથે ૩ આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં 1 આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સમરસમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. જેમાં તે મોડી રાત્રે તકનો લાભ લઇને 2 આરોપી ત્યાથી નાસી છૂટ્યા હતા અને તે બન્ને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યો છે.

વિદેશી દારુની પેટી સાથે ૩ આરોપીની ધરપક્ડ, 1 ઓરોપીને કોરોના પોઝિટિવ
વિદેશી દારુની પેટી સાથે ૩ આરોપીની ધરપક્ડ, 1 ઓરોપીને કોરોના પોઝિટિવ

By

Published : Jun 10, 2020, 6:58 PM IST

ભાવનગરઃ શહેર નજીકનાં વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભડભીડના પાટીયા પાસેથી વિદેશી દારૂની 90 પેટી સાથે ૩ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમા એક આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય 2 આરોપીને સમરસ ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ આરોપી મોડી રાત્રીએ તકનો લાભ લઇ ફરાર થઇ જતા પોલીસે આ બન્ને આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યો છે.

વિદેશી દારુની પેટી સાથે ૩ આરોપીની ધરપક્ડ, 1 ઓરોપીને કોરોના પોઝિટિવ
ભાવનગર શહેર પાસે આવેલા ભડભીડના પાટીયા પાસેથી બે દિવસ પહેલા વિદેશી દારૂની 90 પેટી સાથે ૩ આરોપીને વેળાવદર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારની ગાઈડલાઈન્સ અનુસાર આ ત્રણેય આરોપીનાં કોરોના ટેસ્ટ કરતા એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે અન્ય બે આરોપીઓને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતા. મોડી રાત્રીના સમરસ ખાતે ક્વોરેન્ટાઇન કરેલા બે આરોપી તકનો લાભ લઈને સમરસ કોરોન્ટાઇન માંથી ફરાર થઇ જતા પોલીસે આ બન્ને આરોપી ને ઝડપી પાડવા ચેક પોસ્ટ પર ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details