ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર: કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 28 થઈ, મૃત્યુ આંક 4 પર પહોંચ્યો - ભાવનગર મોતનો આંક 4 પર પહોંચ્યો

ભાવનગરના ક્લસ્ટર ઝોન નજીક રહેતી મહિલા ગઈકાલે સારવારમાં આવી અને તેનું મૃત્યુ થયું છે. ક્વોરોન્ટાઈનમાં રહેલા 25 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 28 થયો છે. ભાવનગરમાં 2 દિવસથી એક પણ કેસ નહોતો પણ અચાનક 2 કેસ અને તેમાં પણ એક પોઝિટિવ કેસનું મૃત્યુ થતાં હોટસ્પોટમાંથી નીકળવાની આશા પર પાણી વળતા લોકોમાં નિરાશા જોવા મળી છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Apr 17, 2020, 7:01 PM IST

ભાવનગર: શહેરમાં કોરોના મહામારીને લઇને હોસ્ટસ્પોટમાંથી બહાર નીકળવાની મેહનત પર પાણી ફરી વળ્યું છે. બે ત્રણ દિવસથી એક પણ કેસ નહતા. ત્યારે આજના દિવસમાં બે કેસ સામે આવ્યા છે. જેમાં એકનું મોત પણ થયું છે. બે પોઝિટિવ કેસ બાદ ભાવનગર તંત્રએ પોતાની મેહનત વધારી દીધી છે.

ભાવનગરનો 26નો આંક હવે 28 પર પહોંચી ગયો છે. 26માંથી 10 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. જ્યારે 16 પોઝિટિવ દર્દી સારવારમાં છે. ત્યારે આજવા બે કેસ વધુ આવતા આંકડો કુલ 28 પર પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં ભાવનગર સ્વસ્થ થવાના રેન્કમાં પ્રથમ રહ્યું છે. પણ નવા આવેલા બે કેસ બાદ સ્વસ્થ થવાની ટકાવારીમાં પાછળ ધકેલાઈ જશે.

ભાવનગરમાં સ્ટેશન રોડ પર મધુમાળીના ખાંચામાં અમીપરા સ્ટેશન રોડ પર રહેતા અને ક્લસ્ટર ઝોન વડવા વિસ્તારને અડીને પુષ્પાબેન સોલંકીનું મકાન આવેલું છે. પુષ્પાબેન કાલે શારીરિક તકલીફ થતા હોસ્પિટલમાં સારવારમાં આવ્યા હતા. ત્યારે 60 વર્ષીય પુષ્પાબેનનું આજે મૃત્યુ થયું છે. આમ ભાવનગરનો મૃત્યુ આંક 4 પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં બીજો પોઝિટિવ કેસ ક્વોરોન્ટાઈન કરેલા 25 વર્ષીય શોયબ રાઠોડ નામના યુવાનનો આવ્યો છે. શોયબ ભાવનગરની તંત્રની ક્વોરોન્ટાઈન સમરસ હોસ્ટેલમાં હતો. જ્યાં પોઝિટિવ રિપોર્ટ આવતા ભાવનગર આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યો છે. આમ ભાવનગરનો કુલ આંકડો 28 થયો છે. જેમાં હવે 17 પોઝિટિવ, 4 મૃત્યુ અને સ્વસ્થ થનાર 10 લોકોનો સમાવેશ થયો છે.

ABOUT THE AUTHOR

...view details