ભાવનગર: કોરોના વાયરસના કારણે હજૂ 23 વિદ્યાર્થી ચીનમાં ફસાયા છે. જેમાંથી 13 વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં તંત્રને સફળતા મળી છે. 10 વિદ્યાર્થીઓનો સંપર્ક થઇ શક્યો નથી. ભાવનગર તંત્ર દ્વારા આ અંગે રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ગૌરાંગ મકવાણાએ કહ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યાં છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા દર્દીને ત્યાં સારવાર આપી શકાય છે.
કોરોના કહેર: ભાવનગર જિલ્લાના 23 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા - ભાવનગર ન્યૂઝ,
ચીનમાં કેટલાક દિવસોથી કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતના અનેક વિદ્યાર્થી ચીનમાં અભ્યાસ કરે છે. જે વાયરસના કારણે ચીનમાં ફસાયા છે. ભાવનગર જિલ્લામાંથી ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા 29માંથી 6 વિદ્યાર્થી પરત ફર્યાં છે. હજુ 23 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. વિદ્યાર્થીના પરિવારજનોના તંત્રને દબાણ કરી રહ્યાં છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પરત લાવાવની માગ કરી રહ્યાં છે.
ભાવનગરના ડૉક્ટર રમેશ મોરડિયાનો પુત્ર મિત મોરડિયા એમ.બી.બી.એસના અભ્યાસ કરવા માટે ચીનના નાન્સંગ શહેરમાં છે, રમેશ મોરડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ત્યાં બાળકોની હાલત ખુબ જ ગંભીર છે. તેમના પુત્ર અને અન્ય બાળકો ભારત આવવા માટે ટિકિટ બુક થઈ ગઇ હતી. એરપોર્ટ પર તેમનું સ્ક્રેનિંગ પણ થઇ ગયું હતું. તેમના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા તેમને ભારત આવવાની મંજૂર આપવામાં આવી હતી. પરંતુ ફ્લાઈટ મેનજર દ્વારા શરીરના 0.5 તાપમાન વધુ આવતા તેમને ભારત આવવાની મંજૂરી નહતી આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં કફર્યું જેવો માહોલ છે. વિવિધ દેશોના લોકો દેશ છોડીને પોતાના વતને પરત ફરી રહ્યાં છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓના પરિવારજનો સરકરા પાસે તેમના બાળકોને પરત લાવવાની માગ કરી રહ્યાં છે.