ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ભાલ પંથકમાંથી વહેતી વેગડ અને કેરી નદીઓમાં પાણી છોડાતા આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતા. વન્યજીવ કાળિયાર પર ખતરો ઉભો થવા પામ્યો છે. વનવિભાગ દ્વારા ત્વરિત ગતિએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. NDRF ની એક ટિમ પણ વનવિભાગની મદદે પહોંચી છે.
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 22 ઈજાગ્રસ્ત કાળીયારમાંથી 11ના મોત
ભાવનગર: કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવ કાળિયાર અસુરક્ષિત બન્યા છે. ભાલ પંથક આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં આશરે 6 હજાર જેટલા કાળિયાર મુક્તમને વિહરી રહ્યા છે. ભાલ પંથકમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે કાળિયાર ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસી જતા સ્વાન દ્વારા તેના પર હુમલો કરાયો હતો. જેમાં અત્યાર સુધીમાં 22 ઇજાગ્રસ્ત કાળિયારને વનવિભાગે રેસ્ક્યુ કર્યા છે. જેમાના 11 કાળિયારના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
પરંતુ મળી રહેલા અહેવાલ મુજબ પાણીમાં ડૂબી જવાના તેમજ ઇજાગ્રસ્ત કાળિયાર મળીને 11 જેટલા કાળિયારના મોત થયા છે, વનવિભાગે અલગ અલગ ટિમો બનાવી રેસ્ક્યુ કામગીરી વધુ તીવ્ર બનાવી છે, ત્યારે હજુ પણ વધુ કાળિયાર મોતનો ભોગ બન્યા હોવાની આશંકાએ પ્રકૃતિ પ્રેમીઓ માં દુઃખની લાગણી જન્માવી છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અસુરક્ષિત કાળિયારનો અહેવાલ ઈટીવી ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ ભાલ પંથકમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે 11 કાળિયારના મોત થયા છે.