ભરૂચ: દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેમાં (longest expressway in the country) ભરૂચ જિલ્લાના ઘણા લોકોએ પોતાની જમીન આપવી પડી હતી, ત્યારે એક્સપ્રેસ વે માટે આપેલી જમીનના માલિકોને બજાર કિંમત કરતા ખુબ ઓછું વળતર આપવામાં આવે છે, જેને પગલે સંપાદિત થતી જમીનની યોગ્ય કિંમત મળે તે માટે ગુજરાત સાથે ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ (Delegation Bharuch) દ્વારા બુધવારે દિલ્હી દરબારમાં ધામાં નાખવામાં આવ્યાં હતા.
ભરૂચ સાંસદ દ્વારા નીતિન ગડકરી સમક્ષ કરાઈ રજુઆત
આ મામલે ભરૂચના સાંસદ, અંકલેશ્વર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની (Transport Minister Nitin Gadkari) રૂબરૂ મુલાકાત લીધી હતી. તેનો ધ્યેય છે કે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે આપેલી જમીનના માલિકોને યોગ્ય વળતર મળે તે માટે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાની હેઠળ દિલ્હી ખાતે પોહચ્યું હતું.
જમીન સંપાદનમાં લોકોને યોગ્ય વળતરની માંગ કરાઇ
પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિત કિસાન સેલના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જમીન સંપાદનમાં ભરૂચ જિલ્લાના લોકોને યોગ્ય વળતર અપાવવા બાબતે રજુઆત કરી હતી.