ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ શહેરમાં કોરોના વાઈરસના 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા - latest news of lockdown

ભરૂચ શહેરમાં કોરોના વાઈરસના બે નવા પોઝેટીવ કેસ નોધાયા છે. મુંડા ફળિયામાં રહેતી 11 વર્ષીય બાળકી અને તેની માતાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે.

Bharuch
Bharuch

By

Published : Apr 28, 2020, 4:14 PM IST

ભરૂચઃ ભરૂચ શહેરમાં કોરોના વાઈરસના બે નવા પોઝેટીવ કેસ નોધાયા છે. મુંડા ફળિયામાં રહેતી 11 વર્ષીય બાળકી અને તેની માતાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે.

ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલ મુંડા ફળિયામાં રહેતા 31 વર્ષીય ફરહાના ઈર્શાદ શેખ અને તેમની 11 વર્ષીય બાળકી અશ્ફીયા ઈર્શાદ શેખનો કોરોના વાઈરસનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.

આ અગાઉ મુંડા ફળિયામાંથી જ કોરોના વાઈરસના બે પોઝેટીવ કેસ મળી આવ્યા હતા જે. બન્ને દર્દીના મૃત્યુ થયા હતા. મૃતક ઇમરાન શેખના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી તેમના જ બે પરિવારજનો એવા માતા પુત્રીનાં કોરોના વાયરસના રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે અને તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જય બહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તો બીજી તરફ તંત્ર દ્વારા મુંડા ફળિયા અને તેની આસપાસનો વિસ્તાર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યા 27 પર પહોચી છે જે પૈકી 2 દર્દીના મોત થયા છે તો 14 દર્દી સાજા થયા છે.

ABOUT THE AUTHOR

...view details