નડિયાદ ગામમાં આદિવાસીઓએ જીવતા વ્યક્તિની નનામી કાઢીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના વિશે વાત કરતાં આદિવાસીઓએ જણાવ્યું હતું કે, " તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. આદિવાસીઓ મોટા ભાગે અભણ છે. જેનો ફાયદો ઉઠાવીને સરપંચે તેમની જમીન પચાવી પાડી છે. હવે તેમની પાસે સ્મશાનની પણ જમીન નથી. એટલે અમે અમારી વાત તંત્ર સામે મૂકવા માટે નનામી કાઢી છે. "
જંબુસરમાં આદિવાસીઓએ ન્યાય મેળવાવા નનામી કાઢી વિરોધ નોંધાવ્યો - The tribesmen protested in Jambusar
જંબુસરઃ નડિયાદ ગામે આદિવાસીઓની જમીન અને દબાણનો વિવાદ સામે આવ્યો છે. જેમાં આદિવાસીઓ પોતાની જમીન બચાવવા માટે અનોખું વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સાથે જમીનના હક મેળવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.
જંબુસર
આમ, આદિવાસીઓએ પોતાનો હક મેળવવા માટે કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાની માગ વહેલી તકે પૂરી કરવા માટે આવેદન આપ્યું હતું.