ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચની ઓળખ એવા ગોલ્ડનબ્રિજની સ્થાપનાને આજે 139 વર્ષ પૂર્ણ - ગોલ્ડનબ્રિજ ભરૂચ અને અંકલેશ્વર

ભરૂચની ઓળખ એવા ગોલ્ડનબ્રિજની સ્થાપનાને આજે 139 વર્ષ પૂર્ણ થયાં છે. ગોલ્ડનબ્રિજને 16 મે 1881ના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

goldenbridge
ભરૂચ

By

Published : May 16, 2020, 1:42 PM IST

ભરૂચ : નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે સર જોન હોક્શોની રુપરેખા મુજબ 7 ડીસેમ્બર 1877ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે 45.65 લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને 16 મે 1881ના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માત્ર રીવેટના ઉપયોગથી બનેલા સવા કીમી લાંબા ગોલ્ડનબ્રિજે આજે 139 વર્ષ પુર્ણ કર્યા છે.

ભરૂચની ઓળખ એવા ગોલ્ડનબ્રિજની સ્થાપનાને આજે 139 વર્ષ પૂર્ણ
ગોલ્ડનબ્રિજ

ગોલ્ડનબ્રિજનું 2012માં રંગરોગાન કરાવાયું હતું અને તેની પાછળ 2.50 કરોડનો ખર્ચ કરાયો હતો. 137 વર્ષથી ગોલ્ડનબ્રિજ ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચે લાઇફલાઇન બની રહ્યો છે.

ગોલ્ડનબ્રિજ

આ ગોલ્ડન બ્રિજે ઘણા પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો સામનો કર્યો છે. છતાં આજે પણ આ બ્રીજ અડીખમ ઉભો છે. આ પુલ 1860ની સાલમાં બંધાવા માંડ્યો તે 1877 સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ.85,93,400નો ખર્ચ થયો હતો.

સર જોન હોક્શો
ગોલ્ડનબ્રિજ

જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે ખર્ચમાં સોનાનો પુલ બંધાય જાત આથી આ પુલ "સોનાનો પુલ" તરીકે ઓળખાય છે.

ABOUT THE AUTHOR

...view details