ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરુચના અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ - અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક સાથે ચાર કંપનીમાં તસ્કરોએ ચોરી કરી હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી હતી. આ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

thief-got-action-in-the-ankleshwar-industrial-estate-bharuch
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ

By

Published : Feb 4, 2020, 6:55 PM IST

ભરૂચ: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરો તરખાટ મચાવી રહે છે. એક સાથે ચાર કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તેમણે હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

ભરુચના અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં તસ્કારોને ચોરી કરવા માટે મોકળુ મેદાન મળી ગયું છે. GIDCમાં આવેલી ચાર કેમિકલ કંપનીને તસ્કરોએ એક જ રાતમાં નિશાન બનાવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેક્કન એગ્રીટેડ, રિદ્ધિ સિદ્ધિ કેમિકલ્સ, પ્રિન્ટેક કેમિકલ અને કોહીનુર પ્લાસ્ટિક કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. ચોરો અંદાજીત રૂપિયા 50 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જો કે, ચોરી કરતા તસ્કરો કંપનીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે, હાથમાં ધારિયું લઈ તસ્કરો કંપનીમાં પ્રવેશી આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. જીઆઈડીસી પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details