ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં ચોરીની શંકાએ યુવાનને ઢોર મરાયો, વીડિયો થયો વાયરલ - latest news of Bharuch

ભરૂચઃ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ચોરીની શંકાએ યુવાનને ઢોર માર મરાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે. જેમાં આ યુવાન ઈરાની ગેંગનો સાગરીત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

bharuch
ભરૂચ

By

Published : Jan 9, 2020, 7:07 PM IST

શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ચોરીના ઇરાદે ત્રણ યુવાનો આવ્યા હતા. જેમાંથી બે તસ્કર ફરાર થઇ ગયા હતા અને એક યુવાન લોકોના હાથે ચઢી જતા ટોળા દ્વારા તેને ઢોર માર મરાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આરોપીને માર માર્યા બાદ સ્થાનિકો તેને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ C ડિવિઝન પોલીસે ઝડપાયેલા યુવાન અંગે તપાસ કરી હતી. જેમાં આરોપી ઈરાની ગેંગનો સાગરીત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

ભરૂચમાં ચોરીની શંકાએ યુવાનને ઢોર મરાયો, વિડીયો થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, ઈરાની ગેંગ ચોરી લૂંટ અને ધાડ પાડવા સહિતના ગુના માટે કુખ્યાત છે. ત્યારે આ ગેંગ દ્વારા ભરૂચમાં મોટી ચોરી કે લૂંટ થવાની આશંકા સેવાઈ રહી હતી. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details