ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરના સંજાલી ગામમાં મકાન માલિકે કામદોરાના મકાનનું ભાડુ માફ કર્યું

ભરૂચના સંજાલી ખાતેની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા પરપ્રાંતિયો લોકડાઉનની સ્થિતિમાં મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે સંજાલી ગામમાં ભાડાના મકાનમાં રહેતા 2 હજાર ઉપરાંત પરપ્રાંતિય કામદારોના ભાડા મકાન માલિકે માફ કર્યું છે. આ સાથે જ તેમણે ફ્રિમાં ભોજન પણ આપી રહ્યાં છે.

bharuch
bharuch

By

Published : Apr 9, 2020, 6:47 PM IST

અંકલેશ્વરઃ જિલ્લાના ભરૂચના સંજાલી ખાતેની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે સંજાલી ગામમાં ભાડાના મકાનમાં રહેતા 2 હજાર ઉપરાંત પરપ્રાંતિય કામદારોના ભાડા મકાન માલિકે માફ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતાની મહેક પ્રસરાવી છે.

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ પાસે આવેલા જીઆઇડીસીમાં દેશના દરેક પ્રાંતમાથી રોજગાર અર્થે આવેલા શ્રમિકો સંજાલી ગામે ભાડાના મકાનોમાં રહે છે. હાલ કોરોના વાઇરસને લઈ લોકડાઉનના પગલે તમામ ઉદ્યોગો બંધ છે. જેના કારણે ભાડાના મકાનમાં રહેતા શ્રમિકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઇ સંજાલી ગામના આગેવાનો દ્વારા 450 જેટલા રૂમોમાં રહેતા 2 હજાર ઉપરાંત શ્રમિકો પાસેથી ભાડું ન લેવાનો નિર્ણય કરતા શ્રમિકોએ રાહત અનુભવી છે.

મકાન માલીકો દ્વારા આ શ્રમિકોને ફૂડ પેકેટ તથા અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details