ભરૂચ : લીંક રોડ પર શંભુ ડેરી નજીક રસ્તો ક્રોસ કરી રહેલ 2 વિદ્યાર્થીઓના નગરપાલિકાના ટેન્કરની અડફેટે મોત નીપજ્યા હતા. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ સોમવારના રોજ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લીંક રોડ અકસ્માત : સ્થાનિકોમાં રોષ યથાવત્, ચીફ ઓફિસર સામે ગુનો દાખલ કરવા માગ - Application for Bharuch Collector
ભરૂચના લીંક રોડ પર ટેન્કરની અડફેટે 2 વિદ્યાર્થીઓના મોતના પગલે સ્થાનિકોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી યોગ્ય તપાસ તેમજ મૃતકના પરિવારજનોને વળતર અને બેદરકારી બદલ ચીફ ઓફિસર સામે ગુન્હો નોધવાની માંગ કરી હતી.
ભરૂચ
તેમાં સ્થાનિકોએ કલેકટર કચેરીમાં નગર પાલિકા વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં માગ કરવામાં આવી છે કે, આ મામલાની યોગ્ય તપાસ થાય ઉપરાંત મૃતક બંને બાળકોના પરિવારજનોને રૂપિયા 25-25 લાખનું વળતર ચુકવવામાં આવે અને બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગુન્હો નોધવામાં આવે તેવી માગ કરાઈ છે.