- જિલ્લામાં 1363 મતદાન મથકો પેકી 367 અતિ સંવેદનશીલ અને 347 સંવેદનશીલ મથકો
- 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે 7886 સ્ટાફની ફાળવણી
- ભરૂચ પાલિકાની 44 બેઠકો માટે સૌથી વધુ 149 ઉમેદવારો, 30 અપક્ષો નવા જુની કરશે
ભરૂચ: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 348 બેઠકો માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. ચારેય પાલિકા માટે 246 અને જિલ્લા- તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે. પાલિકાની ચૂંટણીમાં 2,64,707 મતદારો અને જિલ્લા તાલુકા પંચાયત માટેની ચૂંટણીમાં 9,30,372 મતદારો મતદાનમાં ભાગ લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે રવિવારે મુક્ત , ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.એમ.ડી. મોડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાય છે. આ તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાઇ છે . સ્થાનિક સ્વરાજની ત્રણેય સંસ્થાઓની કુલ 348 બેઠક માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. જેમાં ચારેય નગરપાલિકા માટે 246 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે.
ભરૂચ પાલિકા: 11 વોર્ડ, 44 બેઠકો
ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ભાજપા -44 , કોંગ્રેસ- 43 , આમ આદમી પાર્ટી -12, AIMIM -6, અન્ય -14, અપક્ષ -30 મળી કુલ 149 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 148 મતદાન મથકોએ મતદાન યોજાશે.
અંકલેશ્વર નગર પાલિકાઃ 9 વોર્ડ, 36 બેઠકો
અંકલેશ્વર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે ભાજપા -34 , કોંગ્રેસ- 35 , બહુજન સમાજ પાર્ટી -4 , આમ આદમી પાર્ટી -2 , અન્ય -14 અને અપક્ષ -11 મળી કુલ 100 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 52 મતદાન મથકોએ મતદાન યોજાશે.
આમોદ પાલિકાઃ 6 વોર્ડ, 24 બેઠકો
આમોદની કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપા-24 , કોંગ્રેસ-24, અન્ય-8 અને અપક્ષ -25 મળી કુલ 81 ઉમેદવારો વચ્ચે યોજનારી ચૂંટણી સ્પર્ધા માટે 14 મતદાન મથકોએ મતદાન યોજાશે.
જંબુસર પાલિકાઃ 7 વોર્ડ, 28 બેઠકો