- જંબુસરના કારેલી ગામેથી દાંડીયાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન
- "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી દાંડિયાત્રા સ્વરૂપે ભરૂચના કારેલી ગામે કરાઈ
- યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરાયું
ભરૂચ: ઐતિહાસિક દાંડિયાત્રા ભરૂચના કારેલી ખાતે આણંદ જિલ્લાના કણકાપુરા ખાતેથી આવી પહોંચી હતી. જંબુસર તાલુકાના કારેલી ગામે દાંડિયાત્રા માર્ગ પરથી ભરૂચ જિલ્લામાં દાંડિયાત્રાએ પ્રવેશ કર્યો હતો. ત્યાં તેમનું યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
દાંડીયાત્રાનું ભરૂચમાં આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડીયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે જંબુસરના કારેલી ગામ ખાતેથી ભરૂચ જિલ્લામાં દાંડીયાત્રાનું આગમન થયું હતું. યાત્રિકોએ નાવડામાં બેસી મહીસાગર નદી ઓળંગી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે દાંડિયાત્રા આવી પહોંચતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. દાંડિયાત્રાનું સ્વાગત ભરૂચના કારેલી ખાતે કલેકટર એમ. ડી. મોડીયા, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર તેમજ માજી પ્રધાન છત્રસિંહ મોરી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દ્વારા કરાયું હતું.