ગુજરાત

gujarat

ETV Bharat / state

જંબુસરમાં કોરોનાના કેસ વધતા સમગ્ર જંબુસર નગરની સરહદ સીલ - જંબુસર બોર્ડર સીલ

ભરૂચનું જંબુસર કોરોનાનું હોટસ્પોટ બનતા સમગ્ર જંબુસર નગરની સરહદ સીલ કરવામાં આવી છે. જંબુસરમાં 40થી વધુ કેસ નોંધાયા છે, આ સાથે જ લોકો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી કોઇપણ પ્રકારની રોકટોક વગર પસાર થઇ રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેને કારણે તંત્રએ આ નિર્ણય લીધો હતો.

jambusar
janbusar

By

Published : Jun 20, 2020, 4:38 PM IST

ભરૂચ: જિલ્લાનું જંબુસર કોરોનાનું હોટસ્પોટ બનતા સમગ્ર જંબુસર નગરની સરહદ સીલ કરવામાં આવી છે. લોકો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી કોઇપણ પ્રકારની રોકટોક વગર પસાર થઇ રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેને પગલે એસ.પી.રાજેન્દ્નસિંહ ચુડાસમાએ તાત્કાલિક જંબુસર જઈ કાયદાનું પાલન કરાવવા જરૂરી સૂચના આપી હતી.

વડોદરા સાથે વધુ કનેક્ટિવિટી ધરાવતાં જંબુસર શહેરમાં કોરોનાની સ્થિતી હાલમાં ખરાબ થઇ રહી છે. જંબુસરમાં 40થી વધુ કેસ નોંધાતા જંબુસર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે, ત્યારે તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ એરિયાનું કડકાઇથી પાલન કરાવવા માટે જંબુસર નગરપાલિકાની સમગ્ર સરહદ સીલ કરી દેવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વરા લોકોને આવશ્યક સેવા તેમજ પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર 6 કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જંબુસરમાં દુકાનો સવારે 7થી બપોરે 2 કલાક સુધી જ ખુલ્લી રાખી શકાશે. આ માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કે, જંબુસરમાં કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી પણ કેટલાક લોકો અવર જવર કરતા હોવાનો વીડિયો વાઇરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજરોજ ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જંબુસરની મુલાકાત લીધી હતી અને કન્ટેનમેન્ટ ઝોનનું પાલન કરાવવા પોલીસ કર્મીઓ અને અધિકારીઓને સૂચના આપી હતી. આ તરફ જંબુસરમાં એસટી બસનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details