અંકલેશ્વર : અંકલેશ્વરના ઉમરવાડા નજીક ગુજરાત ગેસ કંપની સામે આવેલા કમ્પાઉન્ડમાં એક યુવતીનો મૃતદેહ (Suicide Case in Ankleshwar) મળી આવ્યો છે. આ યુવતીનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો છે. ઝાડ પર યુવતીનો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની પોલીસને જાણ થતાં દોડી થઈ હતી.
સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી
ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળ પર દોડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવતીનો મૃતદેહ ઝાડ પરથી ઉતારી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે.