ભરૂચઃ આમોદ તાલુકાનાં સરભાણ ગામમાં રહેતો શંકરભાઇ સવાભાઇ રબારી તારીખ 22 સપ્ટેમ્બરના રોજ અચાનક ગુમ થયો હતો. જે યુવાનનો ગતરોજ વન વિભાગની નર્સરી નજીકની ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ભરૂચઃ સરભાણ ગામના ગુમ યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો - સરભાણ ગામનો ગુમ યુવાન
આમોદ તાલુકાનાં સરભાણ ગામના ગુમ યુવાનનો વન વિભાગની નર્સરી નજીકની ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચ ન્યૂઝ
મૃતદેહ મળતા જ રબારી સમાજના આગેવાનો ભેગા થઈ હતા અને બનાવ અંગે આમોદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.
જો કે, સમાજના આગેવાન લખન રબારીએ યુવાનની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા અને સુરત સિવિલ હૉસ્પિટલમાં મૃતદેહનું ફોરેન્સિક પેનલ પી.એમ. કરવાની માંગ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.