ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર

સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા સફાઈ કામદારોએ પગારની માગ સાથે છેલ્લા બે દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

Bharuch News
Bharuch News

By

Published : Mar 14, 2021, 3:29 PM IST

  • ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર
  • અઢી મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન અપાતા વિરોધ
  • માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી
  • સિવિલ હોસ્પિટલના 70 સફાઈ કામદારો હડતાળ પર

ભરૂચ: સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. સિવિલ હોસ્પિટલ જે. ડી. નાકરાણીના કોન્ટ્રાક્ટમાં 70 જેટલા સફાઈ કામદારો ફરજ બજાવે છે. પરંતુ આ કામદારોને છેલ્લા અઢી મહિનાથી પગાર ન ચૂકવાતા કારમી મોઘવારીમાં તેમને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે, ત્યારે પગાર ચુકવણીની માગ સાથે છેલ્લા બે દિવસથી કામદારો હડતાળ પર ઉતારી ગયા છે અને નિયમિત પગાર ચૂકવવાની માગ કરી રહ્યાં છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર

કોરોના કાળમાં જીવના જોખમે કામ કરી રહ્યાં છે : કામદારો

કામદારો જણાવે છે કે, કોરોના કાળમાં પણ તેમણે જીવના જોખમે સફાઈની કામગીરી કરી છે. પરંતુ તેમને નિયમિત પગાર ચૂકવાતો નથી, જેના કારણે તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહી આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખીય છે કે, સફાઈ કામદારોની હડતાળ વધુ લંબાશે તો સિવિલ હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો જોવા મળશે અને સારવાર લેવા આવતા દર્દીઓના સ્વાસ્થ્યને પણ અસર થાય એવી સંભાવના છે. કામદારોના આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી છે.

આ પણ વાંચો :ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, શંકાસ્પદ વ્યક્તિનો મૃતહેહ રિક્ષામાં લઇ જવાયો

ABOUT THE AUTHOR

...view details