અંક્લેશ્વરના સ્મશાનમાં ચિતા પર સુવડાવેલા પરીણિતાના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હોવાનો ચોંક્વાનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાની હત્યા થઇ હોવાની પિયર પક્ષની આશંકાના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અંક્લેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે રહેતાં અને મુળ યુપીના નંદકિશોર શર્મા શાકભાજીની ફેરી કરે છે. તેમની પત્ની મમતાનું શુક્રવારે રહસ્યમય રીતે મોત નીપજયું હતું. આથી નંદકિશોર તેમજ તેના સગાસંબંધીઓએ મૃતક મમતાની અંતિમ ક્રિયાની કવાયત હાથ ધરી હતી. તેઓ મૃતદેહને ગોલ્ડન બ્રીજના અંક્લેશ્વર છેડે આવેલા સ્મશાનમાં લઇ જઇ તેની અંતિમવિધી કરવાની તૈયારીમાં હતાં.