દહેજ ખાતે આવેલ ABG કંપની સામે સ્ટ્રીટ લાઈટની કામગીરી માટે ઇલેક્ટ્રિશિયનની ટીમ મરામત અર્થે ગઈ હતી. તે દરમિયાન ઇલેક્ટ્રીશયનની ગાડીને જીવંત વીજ વાયરને અડી જતા ગાડીમાં સવાર માલીવાડ નિલેશભાઈ ઈશ્વરભાઈ,ડામોર શૈલેષભાઈ છગનભાઈ ,ડામોર અંકિતભાઇ લાલજીભાઈ,કાંતિભાઈ પુજાભાઈ પરમારને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 4 વ્યકતિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
સ્ટ્રીટ લાઇટ રીપેરીંગની પીકઅપ કારમાં વીજ કરંટ લાગતા 1નું મોત - Street light repair
ભરૂચ : જિલ્લાના જાગેશ્વર ગામે આવેલ ABG કંપનીના ગેટ નજીક ઈલેક્ટ્રીક સ્ટ્રીટ લાઈટની મરામત દરમિયાન ગંભીર અક્સમાત સર્જાયો હતો. ઇલેક્ટ્રીશયનની ગાડીને વીજ વાયર અડી જતા અંદર સવાર ડ્રાઈવર સહિત 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જે પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
etv bharat bharuch
ગાડીના ડ્રાઈવર કાંતિભાઈ પુજાભાઈ પરમાર ગંભીર રીતે દાઝી જતાં તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સહ કર્મચારીઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.