ભરૂચમાંથી વધુ નશીલા પદાર્થ ચરસની હેરાફેરીનો પર્દાફાશ ભરૂચ : ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહ્યો છે. ભરૂચમાંથી પોલીસને ચરસનો (Drug trafficking in Bharuch) મોટો જથ્થો મળી આવ્યો છે.ઉલ્લેખનીય છે કેરાજ્યમાં નશાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે. રોજ બરોજ ગુજરાતની વિવિધ વિસ્તારોમાંથી અનેક સમાચાર સામે આવે છે. ભરૂચમાંથી વધુ નશીલા પદાર્થ ચરસની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. (hashish quantity seized in Bharuch)
આ પણ વાંચોકેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત
શું છે સમગ્ર મામલો ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો માદક દ્રવ્યોની હેરાફેરી કરનાર છે. જેના આધારે પોલીસે ઝાડેશ્વર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી બાઇક આવતા તેને અટકાવી બાઇક સવાર બે યુવાનોની તપાસ કરતાં તેઓ પાસેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. (Charas was caught near Zadeshwar chowkdi)
આ પણ વાંચોCharas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું
3.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો પોલીસે બન્ને યુવાનોની પૂછપરછ કરતા તેઓનાના (Bharuch Police) નામ ભાવેશ વસાવા અને ભૌમિક શાહ હોવાનું બહાર આવ્યું હતું. આ બન્ને યુવાનો ઝાડેશ્વર વિસ્તારના જ રહેવાસી છે. તેઓએ છોટાઉદેપૂરના સીતારામ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. સીતારામ નામના શખ્સનો પોલીસને મોબાઈલ નંબર મળી આવ્યો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ રૂપિયા3.17 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Bharuch Crime News)