ભરૂચઃ કોરોના વાઈરસની મહામારીમાં અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પેડર સાબિત થયા છે. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વરના 1500 જેટલા શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનીગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ભરૂચમાં શાકભાજી વિક્રેતાનું સ્ક્રીનીંગ હાથ ધરાયું, હેલ્થ કાર્ડ વગર નહી વેચી શકે શાકભાજી - શાકભાજી વિક્રેતા સ્ક્રિનિંગ
ભરૂચમાં શાકભાજી વિક્રેતાઓની સ્ક્રીનીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. શાકભાજી વિક્રેતાઓની તપાસ કર્યા બાદ તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
vegitables seller
આ સાથે જ તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. આગામી ૩ દિવસમાં તંત્ર દ્વારા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને બાદમાં શાકભાજીના વિક્રેતાઓને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ૩ દિવસ બાદ જે વિક્રેતા પાસે હેલ્થ કાર્ડ નહી હોય તેઓ શાકભાજી વેચી શકશે નહીં.
જો કોઈ પણ શાકભાજી વેચનાર હેલ્થ કાર્ડ વગર ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.