ભરૂચઃ શહેરના કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કામધેનું ગૌ રક્ષા સમિતિ દ્વારા સફાઈ કામદારો માટે લાલ જાજમ પાથરી વિશેષ સન્માનિત કરાયા હતા
ભરૂચના કોરોના વોરિયર્સ સફાઈ કામદારોનું સન્માન કરાયું - કોરોના વાઈરસ ન્યૂઝ
ભરૂચ શહેરના કામધેનું ગૌ રક્ષા સમિતિ દ્વારા સફાઈ કામદારો માટે લાલ જાજમ પાથરી વિશેષ સન્માનિત કરાયા હતા.
હાલ કોરોના વાઈરસની પરિસ્થિતિ ચાલી રહી છે. એવામાં શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના શિરે છે એવા સફાઈ કામદારો પણ કોરોના વોરિયર્સ બનીને ઉભરી આવ્યા છે.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ સફાઈ કામદારો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓના સન્માનનો કાર્યક્રમ ભરૂચમાં યોજાયો હતો. ભરૂચના શક્તિનાથ રેલ્વે ઓવરબ્રિજ નજીક કામધેનું ગૌ રક્ષા સમિતિ દ્વારા સફાઈ કામદારો માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી અને તેઓનું પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યું હતું.