ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના હોટસ્પોટ જંબુસરમાં ભરૂચ કલેકટરની સમીક્ષા બેઠક - કોરોના દર્દી

કોરોના વાઇરસનું હોટસ્પોટ બનેલ જંબુસર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતદી. જેમાં ભરૂચ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓને જિલ્લાની હોસ્પિટલમાં જ સારવાર કરાવો એવો જિલ્લા ક્લેકટર અનુરોધ કર્યો હતો.

Review meeting of Bharuch Collector at Corona Hotspot Jambusar
કોરોના હોટસ્પોટ જંબુસરમાં ભરૂચ કલેકટરની સમિક્ષા બેઠક

By

Published : Jun 25, 2020, 4:00 PM IST

ભરૂચઃ કોરોનાનું હોટસ્પોટ બનેલ જંબુસર ખાતે પ્રાંત કચેરીમાં કોરોના અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જિલ્લા સહિત ખાસ કરીને જંબુસરની પ્રજાજનોને જરૂર પડે, ત્યારે કોરોના અંગેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો. આમ. કલેકટરે ભરૂચ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓને જિલ્લાની હોસ્પિટલમાં જ સારવાર કરાવવા અનુરોધ કર્યો હતો.

કોરોના હોટસ્પોટ જંબુસરમાં ભરૂચ કલેકટરની સમિક્ષા બેઠક

જંબુસર શહેરમાં 100 ટકા નગરજનોને હોમીયોપેથી અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે કલેક્ટરે અધિકારીઓ સાથે સમીક્ષા કરીને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓને ભરૂચ જિલ્લા અને જંબુસરના કોરોનાના દર્દીઓનું સતત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું.

આ સિવાય કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં પણ કડક રીતે અમલીકરણની સાથો સાથ પ્રજાજનોને ખાસ આવશ્યકતા વગર ઘરની બહાર ન નીકળવા જણાવ્યું હતું અને અધિકારીઓ પણ આ રોગ સામે સાવચેતી-સલામતી રાખવા સુચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details