ઝગડીયા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં રહેતી 11 વર્ષની બાળકી બકરા ચરાવવા ગઈ હતી. જે દરમિયાન ગામના 40 વર્ષીય આરોપી ભગવત વસાવા બાળકીને શેરડી ખવડાવવાના બહાને ખેતરમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઝગડીયામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની ધરપકડ કરી - ભગવત વસાવા
ભરૂચ: ઝગડીયા તાલુકાના એક ગામમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર બાળકી આરોપીના ત્રણ સંતાનો સાથે ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી. જે દરમિયાન આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
ભરૂચમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ આરોપીએ કોઈને કહેવાથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, પરંતુ બાળકી રડતી રડતી ઘરે પહોંચતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પરિવારજનોએ ઝગડીયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ગણતરીના સમયમાં જ દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી ભગવત વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.