ગુજરાત

gujarat

ETV Bharat / state

Neem Coated Urea: અંકલેશ્વરની શ્રી ગણેશ પીગમેન્ટ કમ્પનીમાંથી ઝડપાયો નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો - અંકલેશ્વરમાંથી ઝડપાયું નીમ કોટેડ યુરિયા ખાતર

અંકલેશ્વરની શ્રી ગણેશ પીગમેન્ટ કમ્પની (Shri Ganesh Pigment Company Ankleshwar) ખેતીલક્ષી સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરતા ઝડપાઈ (Neem Coated Urea Fertilizer Seized) હતી. ખેતીવાડી અધિકારીએ કંપનીને યુરિયાની 58 થેલી મોકલનારી એજન્સી સામે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Neem Coated Urea Fertilizer Seized
Neem Coated Urea Fertilizer Seized

By

Published : Jan 2, 2022, 3:53 PM IST

ભરૂચ: અંકલેશ્વર GIDC ઔદ્યોગિક વસાહત ખાતેની શ્રી ગણેશ પિગ્મેન્ટસ પ્રાઇવેટ લિમિટેડ કમ્પનીના (Shri Ganesh Pigment Company Ankleshwar) સંચાલક પિગમેન્ટ બનાવવાની ઉત્પાદન પ્રક્રિયામાં બિન અધિકૃત રીતે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા રંગેહાથ ઝડપાઈ (Urea Fertilizer Seized Bharuch) હતી. ખેતીવાડી વિભાગે સ્થળ તપાસ દરમિયાન નીમ કોટેડ યુરિયા ખાતરની 58 નંગ બેગોના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે બારડોલી સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તેનો રિપોર્ટ આવતા આ કમ્પનીને કસુરવાર ઠેરવવામાં આવી છે.

નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ ખેતી માટે જ અધિકૃત

ઉલ્લેખનીય છે કે, કમ્પનીમાં ટેક્નિકલ યુરિયાના ઓથા હેઠળ મંગાવતો યુરિયાના જથ્થાની કોઈ રજિસ્ટર એન્ટ્રી પણ કરાતી નથી તેવું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. ખેતીવાડી વિભાગના મદદનીશ અધિકારી આર.આઇ.પટેલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે શ્રી ગણેશ પિગમેન્ટ તેમજ યુરિયા ખાતર સપ્લાય કરનાર અંકલેશ્વરની જ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના સંચાલક સામે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ અન્વયે ગુનો દર્જ કરાવતા અન્ય પિગમેન્ટ બનાવતી કમ્પનીમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે નોંધનીય છે કે, નીમ કોટેડ યુરિયાનો (Neem Coated Urea) ઉપયોગ ખેતી ક્ષેત્ર માટે થઈ શકે તેનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવો બિનઅધિકૃત (Unauthorized in industries) છે.

આ પણ વાંચો: Urea Fertilizer Chemical Scam In Ahmedabad: દાણીલીમડાથી ઝડપાયું યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ, ફેક્ટરી માલિક ફરાર

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે જપ્ત કર્યો યુરિયા ખાતરનો જથ્થો, ખાનગી ફેક્ટરીઓમાં થતો હતો સપ્લાય

ABOUT THE AUTHOR

...view details