અંકલેશ્વરઃ અંકલેશ્વરની નાલંદા હાઈસ્કૂલ દ્વારા શાળાનાં 2400 વિદ્યાર્થીઓની ત્રણ મહિનાની સમગ્ર ફી માફ કરવમાં આવી છે. કોરોના મહામારી વચ્ચે વાલીઓને રાહત મળે એ હેતુથી શાળા સંચાલકો દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની મહામારી વચ્ચે લોક ડાઉનના સમયમાં વેપાર રોજગાર બંધ રહેતાં લોકોની આર્થિક પરિસ્થિતિ પાતળી થઇ છે. ત્યારે અંકલેશ્વરના શાળા સંચાલકો દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ફી માફીની સચોટ પહેલઃ અંકલેશ્વરની નાલંદા શાળાએ 3 મહિનાની બધી ફી માફ કરી દીધી બોલો! - લૉકડાઉન
લૉકડાઉન દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના કામકાજ બંધ રહ્યાં તેમાં શિક્ષણક્ષેત્ર પણ બાકાત નથી. જોકે ભાગ્યે જ કોઇ શાળાએ આ સમયગાળામાં ફી માફીનું પગલું લીધું છે. વાલીઓ દ્વારા સતત ફી માફીની માગણી શાળાઓ અને સરકાર સમક્ષ કરવામાં આવી છે જે બહેરા કાને અથડાઈને પાછી ફરી છે.ત્યારે અંકલેશ્વરી નાલંદા સ્કૂલે 3 માસની ફી માફ કરી મોટી કહેવાતી સંસ્થાઓને રાહ ચીંધ્યો છે.
ફી માફીની સચોટ પહેલઃ અંકલેશ્વરની નાલંદા શાળાએ 3 મહિનાની બધી ફી માફ કરી દીધી બોલો!
અગાઉ લાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફી અંગેનો નિર્ણય લેવાયા બાદ અંકલેશ્વરની વધુ એક સ્કૂલ નાલંદા વિદ્યાલય દ્વારા પણ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવી છે. નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતાં 2400 વિદ્યાર્થીઓની ત્રણ મહિનાની રૂપિયા 42 લાખ જેટલી ફી શાળા સંચાલકો દ્વારા માફ કરી દેવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે વાલીઓને રાહત મળે એ હેતુથી શાળા સંચાલકો દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય મોટી કહેવાતી સંસ્થાઓ માટે આંખ ઉઘાડનાર છે.