ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયો - BJP office in Bharuch

દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના 19માં દિવસે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભાજપના ધારાસભ્યોના ઘરના ઘેરાવો કરવાની જાહેરાત કરતા ભરૂચમાં રહેતા 2 ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો

ભરૂચમાં ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયો
ભરૂચમાં ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયો

By

Published : Dec 14, 2020, 4:41 PM IST

  • દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના પડધા ગુજરાતમાં પડ્યા
  • ભરૂચમાં ધારાસભ્યોની ધરની બહાર તથા ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત
  • ખેડુત આંદોલનમાં ભાજપના ધારાસભ્યોના ઘરનો ઘેરાવો કરવાની જાહેરાત કરાતા પોલીસ કાફલો ખડકી દેવાયો

ભરૂચઃ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ વિધેયકો ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે દિલ્હી નજીક છેલ્લા 19 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેમાં ભારત બંધ સહિતના કાર્યક્રમો આપ્યા બાદ સોમવારના રોજ ભાજપ ધારાસભ્યોના ઘરનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના ઘર અને ઓફીસ બહાર તેમજ જિલ્લા ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભરૂચમાં ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયો

ભરૂચમાં વિરોધનો કોઈ કાર્યક્રમ ન યોજાયો

ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલ ધારાસભ્યોના ઘરના ઘેરાવાનો કોઈ કાર્યક્રમ યોજાયો ન હતો અને કોઈ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું, જો કે પોલીસ દ્વારા સુરક્ષાના કારણોસર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ખેડૂત આંદોલન રાજકીય: અરુણસિંહ રણા

ખેડૂત આંદોલન અંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ખેડૂત આંદોલન હવે રાજકીય બની રહ્યું છે. કેન્દ્ર સરકાર તમામ ચર્ચા માટે તૈયાર છે, પરંતુ ખેડૂત આંદોલનના બહાને કેટલાક લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details