ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના ગોલ્ડન અને સરદારબ્રીજ પર પોલીસે લગાવ્યા CCTV કેમેરા

લોકડાઉનનો કડક અમલ કરાવવા ભરૂચના ગોલ્ડન અને સરદારબ્રીજ પર પોલીસ દ્વારા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ કરી પોલીસ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.

bharuch
bharuch

By

Published : Apr 9, 2020, 3:16 PM IST

ભરૂચઃ લોકડાઉનનો કડક અમલ કરાવવા ભરૂચના ગોલ્ડન અને સરદારબ્રીજ પર પોલીસ દ્વારા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ કરી પોલીસ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.

કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ભરૂચમાં પણ લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસા કડક પગલાં લીધા છે.

ભરૂચ અંકલેશ્વરની કરોડરજ્જુ સમાન ગોલ્ડનબ્રીજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. લોકડાઉનના સમયમાં પણ ઘણા વહનચાલકો અવર જવર કરે છે, ત્યારે કેટલાક વાહન ચાલકોબોગસ પાસ બનાવી ફરતા હોવાની વિગતો પોલીસના ધ્યાન પર આવી હતી. જેના પગલે ગોલ્ડનબ્રીજ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાનો એક કેમેરો નંબર પ્લેટ રીડ કરી શકે એ રીતે લગાવાયો છે.

ભરૂચના ગોલ્ડન અને સરદારબ્રીજ પર પોલીસે CCTV કેમેરા લગાવ્યા

પોલીસ દ્વારા CCTV કેમેરાનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને લોક ડાઉનના સમયમાં કાયદાનો ભંગ કરી ફરતા વાહન ચાલકો પર ગાળિયો કસવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા કેબલ બ્રીજ પર પણ પોલીસ દ્વારા કુલ 4 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને એન્ટ્રી તેમજ એક્ઝીટ પર નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details