- ભરુચમાં ચીલઝડપ કરનારી ત્રિચી ગેંગ ઝડપાય
- કારમાંથી ગઠિયો 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ફરાર
- સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત શરુ
- નેત્રંમ પ્રોજેક્ટ હેઠળ લગાવેલાં સીસીટીવી કેમેરા ઉપયોગી બન્યા
ભરૂચ : શહેર અને સુરતમાં છેલ્લાં 10 મહિનામાં કાર-રિક્ષામાંથી રૂપિયા ભરેલી બેગોની ચીલઝડપ કરનારી ત્રીચી ગેંગના 4 પૈકી 3 સાગરિતોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં છે. ભરૂચના GNFC રોડ પર ત્રણ દિવસ પહેલાં એક શખ્સે તેની કાર રોડ પર પાર્ક કરી હતી. તે વેળાં તેમની કારમાંથી ગઠિયો 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ફરાર થયા હતાં.
પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત તપાસ શરુ કરી
આ ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં બે બાઇક પર ચાર શખ્સોએ આવી કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું.