ભરૂચઃ કલેશ્વર શહેર પોલીસે ગડખોલની હારમોની હાઈટસમાં થયેલી ચોરીના આરોપીને બાતમીના આધારે ધરપકડ કરી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા હારમોની હાઈટસના મકાન નંબર. 204માં રહેતા ફારુક ઇસ્માઇલ પટેલ પોતાનું મકાન બંધ કરી 4થી ઓક્ટોબરના રોજ ભરુચ ખાતે ગયા હતા.
અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના આરોપીને ઝડપી પાડ્યો - Ankleshwar news
કલેશ્વર શહેર પોલીસે ગડખોલની હારમોની હાઈટસમાં થયેલી ચોરીના આરોપીને બાતમીના આધારે ધરપકડ કરી છે
ચોર
તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બન્યું હતું અને તસ્કરો રોકડા રૂપિયા 18 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા CCTV કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તે દરમિયાન પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર ખાતે રહેતા હર્ષદ તન્નાની ધરપકડ કરી હતી અને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે તેના રિમાન્ડ મેળવી તે અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગેની તપાસ શરુ કરી છે.