ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે 4 ઇસમોને ઢોર માર મરાયો - મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ

ભરૂચ: શહેરના એક ગામમાં મહિલાની છેડતી કરવાનું નરાધમને ભારે પડયું છે. વાગરાના એક ગામમાં મહિલાને છેડતી કરનારા ઇસમોને ગ્રામજનોએ ઢોરમાર મારી તેનો વીડિયો સોશિય મીડિયામા વાયરલ કરી દીધો છે. જેને લઇને વાગરા પોલીસે છેડતી કરનારા નરાધમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

છેડતી કરનારે ચાખ્યો મેથીપાક

By

Published : Oct 1, 2019, 11:48 PM IST

વાગરાના એક ગામે મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે 4 ઇસમોને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ માર મરાવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાગરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

મહિલાની છેડતી કરનારે ચાખ્યો મેથીપાક

વાગરાના એક ગામે રહેતી મહિલા કુદરતી હાજતે જઈ રહી હતી આ દરમિયાન ચાર જેટલા ઇસમોએ તેણે આંતરી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ચારેય નરાધમની ચુંગાલમાંથી નીકળીને ગામમાં પહોંચી હતી અને ગ્રામજનોને ઘટના અંગે જાણકારી આપી જેને લઇને ગ્રામજનોએ ચારેય નરાધમોને પડકી પાડ્યા હતા અને ઢોર માર માર્યો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. વાગરા પોલીસને બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની છેડતી કરનારા સુરેશ વસાવા, પ્રકાશ વસાવા, ભરત વસાવા અને મનહર વસાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ મહિલા સાથે શારીરિક અડપલાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details