ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. મુંબઈથી દહેજ ખાતે શીપમાં આવેલા 28 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કોરોના વાઇરસનો જાણે બોમ્બ ફૂટ્યો હોય તેમ ગતરોજ એક સાથે કોરોના વાઇરસના 5 કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ - ભરુચમાં કોવિડ 19 કેસ
ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કોરોના વાઇરસનો જાણે બોમ્બ ફૂટ્યો હોય તેમ ગતરોજ એક સાથે કોરોના વાઇરસના 5 કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
મુંબઈથી દહેજ ખાતે શીપમાં આવેલા બુલાવલ અમિતસિંગ નામના 28 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. યુવાન શીપમાં દહેજ આવ્યા બાદ તેની તબિયત લથડતા સારવાર અર્થે દહેજની રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેના સેમ્પલ લેવાતા તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
યુવાનને કોરોનાની સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાને સેમ્પલ આપતા સમયે તેનું સરનામું ભરૂચની રચના નગર સોસાયટીનું લખાવ્યું છે. જો કે તે ભરૂચનો સ્થાનિક રહેવાસી નથી.