ભરૂચઃ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે મહાવીર ટર્નિંગ નજીક વાહનોનો ચક્કાજામ જોવા મળ્યો હતો. વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહનોની એક કિલોમીટરથી પણ વધારે લાંબી લાઈન જોવા મળી હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના કારણે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે 1 કિમી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા - વરસાદ
ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદ પડતા મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનોની એક કિલોમીટરથી પણ વધારે લાંબી કતાર જોવા મળી હતી.
વરસાદના કારણે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે એક કિમી ટ્રાફિકજામ
બુધવારે અંકલેશ્વર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદ વરસતા ભરૂચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.