ભરુચઃ ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 791 પર પહોંચી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આજે પણ નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 15, અંકલેશ્વર 6, જંબુસર 3 અને ઝઘડિયા તેમજ હાંસોટમાં કોરોના વાઈરસના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા - ભરુચ કોરોના અપડેટ
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 791 પર પહોંચી છે.
કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજે 1 દિવસમાં સોથી વધુ 46 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આજના નવા નોંધાયેલા કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસની સંસ્ખ્યા 791 પર પહોચી છે. 16 દર્દીના મોત થયા છે.
અત્યાર સુધી 522 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 253 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્રે મહત્વ[પૂર્ણ છે કે, આજરોજ કોરોનાની સારવાર દરમ્યાન કેટલાક દર્દીઓના મોત થયા હતા. જેઓના અંતિમ સંસ્કાર સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. જો કે, આ અંગે સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી.