- માત્ર 10 રૂપિયાના લેવડ દેવડ બાબતે હત્યાના
- પડોશીએ જ કરી આધેડની હત્યા
- આરોપીને શોધવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી
ભરૂચમાં માત્ર દસ રૂપિયા બાબતે પાડોશીએ જ પાડોશીની હત્યા કરી - ભરૂચમાં હત્યા
મકતમપુર બોરભાઠાબેટમાં રહેતા પાડોશીએ દસ રૂપિયા ન આપતા પાડોશીએ ધારિયાના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સી ડિવિઝન પોલીસે હત્યા સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભરૂચ : ભરૂચ જિલ્લાના મકતમપુર વિસ્તારમાં બોરભાઠા વિસ્તારમાં માત્ર 10 રૂપિયાના લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યાના મામલે ચકચાર મચી જવા પામ્યો હતો. બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય આધેડ તેમના ઘર પાસે આવેલ ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન તેમની પાડોશમાં જ રહેતા આરોપીએ તેઓના માથાના ભાગે ધારિયા વડે માર મારી ઘા ઝીંકયા હતા. જેઓ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
માત્ર 10 રૂપિયા માંગ્યા હતા
ઇજાગ્રસ્તને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું અને આરોપીએ મૃતક પાસે માત્ર 10 રૂપિયા માંગ્યા હતા જે ન આપતા ધારિયા વડે માર માર્યો હોવાનું અનુમાન લાગવામાં આવ્યું હતું. જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશને સ્થાનિકો દ્વારા જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આરોપીને શોધવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.