ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા મામલે ધારાસભ્ય છોટુ વસાવાનો કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતના મામલામાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે તેઓએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના દબાણમાં મોહન ડેલકરે આપઘાત કર્યો છે.

ભરૂચ
ભરૂચ

By

Published : Mar 11, 2021, 4:48 PM IST

Updated : Mar 11, 2021, 7:46 PM IST

  • સાંસદે કરી હતી મુંબઈમાં આત્મહત્યા
  • ગુજરાતી ભાષામાં લખેલી છ પાનીની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી
  • પ્રશાસક પ્રફુલ્લ પટેલે મોહન ડેલકરને માનસિક રીતે તોડવાનું કામ કર્યું:છોટુ વસાવા

ભરૂચ:દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈના પોશ વિસ્તારમાં આવેલી હોટલમાં આપઘાત કરી લીધો હતો તેમની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી છ પાનાની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં દાદરા અને નગરહવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પ્રફુલ્લ પટેલ તથા વહીવટીતંત્ર તરફથી કરાતી ઉપેક્ષાથી કંટાળી મોહન ડેલકરે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હતો ત્યારે મુંબઈ પોલીસે આ મામલે પ્રફુલ્લ પટેલ સામે ગુનો પણ નોધ્યો છે.

સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા મામલે ધારાસભ્ય છોટુ વસાવાનો કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ

આ પણ વાંચો:સાંસદ મોહન ડેલકરની સ્યૂસાઇડ નોટમાં જેના પણ નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ

કેન્દ્ર સરકારના દબાણના કારણે મોહન ડેલકરે આત્મહત્યા કર્યો: છોટુ વસાવા

ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના દબાણના કારણે મોહન ડેલકરે આપઘાત કર્યો છે અને પ્રશાશક પ્રફુલ્લ પટેલે મોહન ડેલકરને માનસિક રીતે તોડવાનું કામ કર્યું છે અને આ મામલાની તપાસ ગૃહ મંત્રાલય સામે થવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા માથાઓને બચાવવા પ્રફુલ્લ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આદિવાસી સાંસદને ટોર્ચર કરી આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ મામલે આઇપીસી 120બી હેઠળ તપાસ થવી જોઈએ.

Last Updated : Mar 11, 2021, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details