ભરૂચ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આમોદના ટિકિટ વાંચ્છુઓનો ધારાસભ્ય (MLA Attack in Amod) ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જંબુસરથી આવેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આમોદમાં પ્રવેશતાં રૂટ બાબતે કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આમોદ- જંબુસરમાં ધારાસભ્યને કોંગ્રેસ મુખ્ય સહિતના લોકોએ ધક્કે ચઢાવ્યા હતા અને ધારાસભ્ય ઉપર હુમલાનો પ્રયાસ કરાયો હતો.(Amod Congress parivartan yatra)
શું હતો સમગ્ર મામલો આમોદમાં પ્રવેશેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં શર્મા ચોકડી પર રુટ બાબતે ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થયા બાદ આમોદ જંબુસરતા ધારાસભ્ય સંજયસિંહ સોળંકીને તાલુકા કોંગ્રેસના ટીકીટ વાંચ્છુઓ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને ધક્કે ચઢાવી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સમર્થકોએ સંજય સોલંકી હાય હાય તા તારા લગાવ્યા હતા. ત્યારે હાજર રહેલી પોલીસે પરિસ્થિતિ પારખીને ધારાસભ્યને ટોળાથી અલગ લઈ ગયા હતા. ત્યારબાદ તાલુકા કોંગ્રેસની હઠ મુજબ પરિવર્તન યાત્રા તેના નિર્ધારિત રૂટ કસ્તા કોર્ટ વાળા રસ્તે આમોદમાં પ્રવેશી હતી. (Congress parivartan yatra Attack)