ભરૂચઃ કોરોના મહામારીના કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું કેટલું જરૂરી છે તે તો તમામ લોકોને ખબર જ હશે, પરંતુ ભરૂચ નગર સેવા સદનમાં તો સ્થિતિ કંઈક અલગ જ છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ વિશે કંઈ પણ ખબર નથી તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નગર સેવા સદનમાં આવતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા છે.
ભરૂચ નગર સેવા સદનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા - Bharuch Nagar Seva Sadan
કોરોના મહામારીના કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું કેટલું જરૂરી છે તે તો તમામ લોકોને ખબર જ હશે. પરંતુ ભરૂચ નગર સેવા સદનમાં તો સ્થિતિ કંઈક અલગ જ છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ વિશે કંઈ પણ ખબર જ ન હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નગર સેવા સદનમાં આવતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા છે.
કોરોના મહામારી વચ્ચે ભરૂચ નગર સેવા સદનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. ટેક્સ કલેક્શન માટે અવ્યવસ્થા સર્જાતા લોકોએ લાંબો સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. ભરૂચ નગર પાલિકાના ટેક્સ કલેક્શન સેન્ટરમાં આજે બુધવારે અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા હતા. 60 હજાર પ્રોપર્ટી સામે માત્ર બે જ કાઉન્ટર છે. આ ઉપરાંત સવારે વીજ પુરવઠો ન હોવાથી જનરેટર મંગાવવા અને શરૂ કરવામાં ઘણો સમય વેડફાવાથી લોકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
મહત્ત્વપૂર્ણ છે કે, આ અગાઉ થોડા દિવસ પૂર્વે પણ નગર પાલિકામાં ભારે ભીડ જોવા મળી હતી. અવારનવાર અહીં સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડુ જોવા મળતું આવ્યું છે.