ભરૂચમાં લોકડાઉન વચ્ચે કેટલીક છૂટછાટ મળતા બજારો પુન: ધમધમતા થયા
- જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની દુકાન ખુલી
- દુકાનો ખોલવા બાબતે ભરૂચ વહીવટી તંત્રનું જાહેરનામું
ભરૂચઃ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં બીજા તબક્કાના લોકડાઉનમાં કેન્દ્ન સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જીવન જરૂરીયાતની દુકાનો ખુલ્લી રાખવા છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે 1 મહિનાના લાંબા સમય બાદ ભરૂચના બજારો આજથી પુન:ધમધમતા જોવા મળ્યા હતા.
સ્ટેશનરી,કરીયાણા સ્ટોર,ગેરેજ પંકચરની દુકાન,મેડીકલ સ્ટોર,મોબાઈલ રિચાર્જની દુકાન,ચશ્માની દુકાન સહિતની દુકાન ખુલ્લી જોવા મળી હતી. કોરોનાના ભય વચ્ચે અખાત્રીજના શુભ મુર્હતમાં વેપારીઓએ વેપાર ધંધાની શરૂઆત કરી હતી.
કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારે નાના-મોટા દુકાનદારો માટે એક મોટી રાહત આપી છે. જે અનુસાર આજથી રાજ્યમાં મોલ તેમજ કોમ્પ્લેક્ષ સિવાય અન્ય નાના કેટલાક દુકાનદારોને વેપાર શરૂ કરવાની શરતી છૂટછાટ આપવામાં છે.
જો કે, સરકાર સ્પષ્ટ સૂચના આપી છે કે, જે પણ વેપારીઓને દુકાન ખોલવાની છૂટ મળી છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગની જવાબદારૂ દુકાનદારની રહેશે. જો તેનું યોગ્ય પાલન નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.