કેન્દ્ર સરકાર દ્વારા તમામ ટોલ પ્લાઝા ખાતે ફરજિયાત ફાસ્ટ ટેગ આગામી 1 ડિસેમ્બરથી લાગુ કરવાનો હૂકમ કરી દેવાયો છે. દૈનિક 35 હજારથી વધુ વાહનોની અવર-જવર વાળા ભરુચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર-48 ઉપર મુલદ પાસે આવેલા ટોલ પ્લાઝા ખાતે પણ ફાસ્ટટેગની અમલવારી શરૂ થનાર છે. ફાસ્ટ ટેગની અમલવારી બાદ ભરૂચ જિલ્લાના સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલવામાં આવે એવી શક્યતા છે.
ભરૂચ: મુલદ ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગના અમલ બાદ, ટોલ ટેક્સ વસુલાશે
ભરૂચઃ મુલદ ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગના અમલ બાદ સ્થાનિક વાહનો પાસે પણ ટોલ વસુલાશે. સ્થાનિક વાહનોનો ટોલ ટેક્ષમાં રાહત આપવા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા માસિક રૂપિયા 265નાં પાસની યોજના અમલમાં મુકવામાં આવે એવી શક્યતા છે.
આ અંગે સ્થાનિક વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સ્થાનિક વાહનોને રાહત આપવામાં માટે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા એક યોજના બહાર પાડવામાં આવશે. NHAIના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 1 ડિસેમ્બર થી લાગુ થનારા ફાસ્ટ ટેગ બાદ ભરૂચ જિલ્લાનાં વાહન ચાલકો માસિક પાસ કઢાવી શકશે. જેમાં 265નો માસિક પાસ હશે. તેને એન્ટ્રી-એક્ઝીટનો નિયમ લાગુ નહીં પડે. દિવસ દરમિયાન ગમે તેટલી વખત પસાર થઈ શકશે.જો કે, સ્થાનિક વાહનોને ટોલ ટેક્ષમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે એવી માંગ ઉઠી રહી છે અને આવનારા સમયમાં આ માંગ સાથે આંદોલનનાં મંડાણ પણ થાયતો નવાઈ નહીં.