ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ - આરતી

અષાઢી બીજ નિમિત્તે સમગ્ર દેશમાં રથયાત્રાનું આયોજન થાય છે. જો કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પુરી સિવાય અન્ય સ્થળે રથયાત્રાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જે કારણે મંદિર પરિષરમાં જ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભરૂચમાં 250 વર્ષ જૂની રથયાત્રાનું આયોજન મંદિર પરિષદમાં જ કરવામાં આવી હતી.

જગન્નાથની રથયાત્રા
જગન્નાથની રથયાત્રા

By

Published : Jun 23, 2020, 5:39 PM IST

ભરૂચઃ કોરોનાની મહામારી વચ્ચે મંગળવાર રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી શક્યા ન હતા. ફુરજા બંદરેથી નીકળતી 250 વર્ષ જૂની રથયાત્રા મંદિર પરિષરમાં યોજવામાં આવી હતી. આશ્રય સોસાયટી અને અંકલેશ્વરમાંથી નીકળતી રથયાત્રા પણ કોરોનાના કારણે ક્વોરેન્ટાઈન થઇ હતી.

મંદિર પરિષરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ

કોરોનાની મહામારી વચ્ચે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી શક્યા ન હતા. ફુરજા બંદરેથી નીકળતી 250 વર્ષ જૂની રથયાત્રા મંદિર પરિષરમાં યોજવામાં આવી હતી, જ્યારે આશ્રય સોસાયટી અને અંકલેશ્વરમાંથી નીકળતી રથયાત્રા પણ રદ્દ થઈ હતી.

ભરૂચ જિલ્લાની રથયાત્રા

  • ફુરજા બંદરે રથયાત્રા
  • આશ્રય સોસાયટી
  • અંકલેશ્વર

અષાઢી બીજના રોજ જગતના તારણહાર એવા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તોને દર્શન આપતા હોય છે. જો કે, કોરોના સંક્રમણ ઓછુ ફેલાય તે માટે તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ત્યારે શહેરના ફુરજા બંદરેથી જાદવ સમાજ દ્વારા 250 વર્ષથી નીકળતી રથયાત્રા કુદરતી આફતોને બાદ પ્રથમ વખત રદ્દ રહી હતી. એક જ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાને એક જ રથમાં સવાર કરી રથ મંદિર પરિષરમાં ફેરવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભાજપના આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, વિશ્વ હિંદુ પરિષદના અજય વ્યાસ, જાદવ સમાજના હિતેશ જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભગવાનની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details