ભરૂચ : કોરોના વાઇરસની ઈફેક્ટના પગલે ભરૂચ પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કોરોના વાઇરસના કેસ અંગે અફવા ફેલાવનારા તત્વો પર સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધવા આદેશ આપવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની ઈફેક્ટના પગલે ભરૂચ પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ - ભરૂચ પોલીસ
કોરોના વાઇરસની ઈફેક્ટના પગલે ભરૂચ પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કોરોના વાઇરસના કેસ અંગે અફવા ફેલાવનારા તત્વો પર સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધવા આદેશ આપવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની અસરના પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે, ત્યારે ૨૪ કલાક લોકો વચ્ચે રહી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ભરૂચ પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ભરૂચ એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા દરેક પોલીસ કર્મીઓને હેન્ડ શેક ન કરવા અને નમસ્તે કરવા સુચના આપવામાં આવી છે.
આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝેશન અને માસ્કની વ્યવસ્થા કરવા પણ સુચના આપવામાં આવી છે. તાજેતરમાં જ નેત્રંગમાં કોરોના વાઇરસના બે પોઝેટીવ કેસ સામે આવ્યા હોવાની સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી, ત્યારે અફવા ફેલાવતા તત્વો સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધવા આદેશ આપવામાં આવ્યો છે.