ભરૂચમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે સવારના સમયે શહેરના લાલ બજાર હાજીપીર કીરમાણી વિસ્તારમાં બે માળનું કાચું મકાન અચાનક જ ધરાશાયી થઇ ગયું હતું.
લાલબજાર વિસ્તારમાં બે માળનું મકાન જમીનદોસ્ત - ફાયર વિભાગની ટીમના બે જવાનો ઈજાગ્રસ્ત
ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે લાલબજાર વિસ્તારમાં બે માળનું કાચું મકાન જમીનદોસ્ત થયું હતુ. જેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કાટમાળ હટાવવા પહોંચી હતી. ત્યારે અચાનક ફાયર વિભાગના બે જવાનો ઉપર અન્ય એક દીવાલ ધરાશાયી થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
etv bharat bharuch
આ બનાવની જાણ થતા જ ભરૂચ નગર સેવા સદનનાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી હતી. દરમિયાન મકાનની અન્ય એક દીવાલ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. દીવાલ ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા