ભરૂચઃ ભરૂચના જંબુસર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને છત્રી પૂરી પાડવા, સ્માર્ટ હેન્ટ ટૂલ કિટ અને કાંટાળી વાડની યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
જંબુસરમાં સાત પગલાં ખેડૂત યોજનાના લાભાર્થીઓને હુકમપત્ર અપાયા - સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના
ભરૂચના જંબુસર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને છત્રી, સ્માર્ટ હેન્ટ ટૂલ કિટ અને કાંટાળી વાડની યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, જિલ્લા કલેકટર ડૉ. એમ. ડી. મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટ તાલુકાના કુડાદરા ગામના રમણ પરસોત્તમભાઈ પટેલ કે જેઓ ગ્રીન હાઉસમાં આર્કિડ ફૂલની ખેતી કરતા હતા. તેઓને રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, ચેક, શિલ્ડ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્ર અને હુકમપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આજે 3 યોજનાનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.